GPSC RECRUITMENT Adv No. GPSC/68/202425 TO GPSC/81/202425 FOR VARIOUS POST 2024 – 2025
ગુજરાત
જાહેર સેવા આયોગ દ્વારા
2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત 600થી વધુ જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની
ફોર્મ ભરવાની પ્રક્રિયા, શૈક્ષણિક
લાયકાત, ઉંમર, અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની
પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી
છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.14/11/2024 થી તા. 30/11/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે
ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ
ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે.
જાહેરાત ક્રમાંક GPSC/202425/68 થી GPSC/202425/81
જાહેરાત
ક્રમાંક |
સંવર્ગનું
નામ |
કુલ
જગ્યાઓ |
GPSC/202425/68 |
જિલ્લા
મેલેરિયા અધિકારી, વર્ગ-02 |
47 |
GPSC/202425/69 |
મદદનીશ
નિયામક (હોમિયોપેથી), વર્ગ-01 |
01 |
GPSC/202425/70 |
વહીવટી
અધિકારી, વર્ગ
02 |
06 |
GPSC/202425/71 |
મોટર
વાહન પ્રોસિક્યુટર, વર્ગ-02 |
03 |
GPSC/202425/72 |
કચેરી
અધિક્ષક, વર્ગ-02 |
07 |
GPSC/202425/73 |
મદદનીશ
ઈજનેર (સિવિલ), વર્ગ-02 |
96 |
GPSC/202425/74 |
નાયબ
નિયામક, વર્ગ-01 |
01 |
GPSC/202425/75 |
મદદનીશ
સંશોધન અધિકારી, વર્ગ-02 |
04 |
GPSC/202425/76 |
આદર્શ
નિવાસી શાળા, આચાર્ય
વર્ગ-02 |
02 |
જાહેરાત ક્ર્માંક GPSC/202425/77 અને
GPSC/202425/78 ગુજરાત
પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)ની છે. |
||
GPSC/202425/77 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-01 |
11 |
નાયબ
કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-02 |
22 |
|
GPSC/202425/78 |
કાર્યપાલક
ઈજનેર (યાંત્રિક) વર્ગ-01 |
02 |
નાયબ
કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-02 |
06 |
|
જાહેરાત ક્ર્માંક GPSC/202425/79 અને
GPSC/202425/80 ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની છે. |
||
GPSC/202425/79 |
મદદનીશ
પર્યાવરણ ઈજનેર, વર્ગ-02 |
144 |
GPSC/202425/80 |
મદદનીશ
કાયદા અધિકારી, વર્ગ-02 |
03 |
GPSC/202425/81 |
મદદનીશ
ઈજનેર (સિવિલ), વર્ગ-02 |
250 |
નોંધ : જાહેરાત ક્રમાંક 77 અને 78ની જગ્યાઓએ
પસંદગી પામેલા ઉમેદવારો ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)
ના કર્મચારી ગણાશે તથા જાહેરાત ક્રમાંક 79 અને 80 ની જગ્યાઓએ પસંદગી પામેલા
ઉમેદવારો ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ (GPCB)ના કર્મચારી ગણાશે. સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત
નિગમ/મહાનગરપાલિકાના ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે
છે. ઉપરોક્ત જાહેરાત ક્રમાંક 77 થી 80 સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહી.
શૈક્ષણિક લાયકાત
વિભિન્ન પ્રવાહમાં સ્નાતક અને તેનાથી વધુ. વધુ માહિતી માટે આયોગની વેબસાઈટ પર જાહેરાત જોવા વિનંતી.
વય મર્યાદા
ઉપરોક્ત
વિવિધ સંવર્ગોની જાહેરાતો માટે વય મર્યાદા ફોર્મ ભરવાની અંતિમ તારીખના રોજ ગણવામાં
આવશે. વિવિધ અનામત વર્ગો માટે જગ્યાઓ હોય તો તેમને જરૂરી અનામત પ્રમાણપત્ર રજુ
કરવા જેથી તેમને અનામત કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે.
Important
Note
See detailed official notification for Age relaxation, exam
process, Physical standard, reservation and other detailed if you are eligible.
પસંદગી પ્રક્રિયા
ઉપરોક્ત
વિવિધ સંવર્ગોની જાહેરાતો અંતર્ગત દરેક સંવર્ગ માટે વિવિધ તબક્કામાં પરીક્ષા
લેવાનાર હોઈ તેના માટે સંપૂર્ણ જાહેરાત જોવા વિનંતી.
Important
Date
START DATE |
14/11/2024 13:00 |
END DATE |
30/11/2024 23:59 |
Important
Links
Official Website ClickHere
Official Notification ClickHere
Apply Online Clickhere
Join
Us
WhatsApp Channel ClickHere
Telegram Channel Click Here
અરજી કરવાની રીત
ઉમેદવાર બે રીતે પોતાની અરજી કરી શકે છે, 1.
ઓ.ટી.આર 02. ઓ.ટી.આર વગર.
જો ઉમેદવારને ફક્ત એક જ વાર અરજી કરવી હોય તો ઓ.ટી.આર
વગર અરજી કરી શકે છે, પરંતુ ભવિષ્યમાં આવનારી દરેક ભરતી માટે અરજી કરવામાં રસ
હોય તો ઉમેદવારે 5 મિનિટનો સમય લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આવો સૌપ્રથમ
જોઈએ ઓ.ટી.આર સાથે અરજી કરવાની રીત.
1. ઓજસમાં
વન ટાઈમ રજીસ્ટ્રેશન માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. ઓ.ટી.આરનો હેતું
ઉમેદવારોને આયોગની ઓનલાઈન આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે
માટે છે. આનો અર્થ એ નથી કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે (જે તે
જાહેરાત/કોઈપણ જાહેરાત માટે) અરજી માન્ય ગણાશે. આ ઓ.ટી.આર ફક્ત આયોગ દ્વારા જ પ્રસિધ્ધ
થયેલ જાહેરાતો માટે ઉપયોગી થશે.
2. દરેક
નવી ભરતી માટે ઉમેદવારે અરજી કરવાની રહેશે.
3. ઓ.ટી.આર
(વન ટાઈમ રજીસ્ટ્રેશન) માટે સૌપ્રથમ પ્રાથમિક માહિતી, મોબાઈલ
નંબર, ઈ-મેલ આઈ.ડી, અભ્યાસની વિગતો તથા
જો અનામત વર્ગમાં સમાવેશ થતો હોય તો તેમણે અનામત માટેના તાજેતરના પ્રમાણપત્રોની
વિગતો, ફોટોગ્રાફ, સહિનો નમૂનાની
વિગતો ઓનલાઈન ભરવાની રહેશે, આ વિગતો ભરાઈ ગયા પછી ઓજસ દ્વારા તમને કાયમી રજીસ્ટ્રેશન
નંબર સ્ક્રીન પર તથા તેઓએ નોંધાવેલ નંબર પર આપવામાં આવશે, જે
સાચવીને રાખવો જે ભવિષ્યમાં ફોર્મ ભરવામાં ઉપયોગી થશે, અને આ ફોર્મની
pdf file સેવ રાખવી પોતાના રેફરન્સ માટે, ઓ.ટી.આર
ફોર્મમાં ભરેલી વિગતો ઉમેદવાર ઈચ્છે તો પાછળથી સુધારી શકશે. અરજી કરતી વખતે
ઓ.ટી.આર ની જે વિગતો છેલ્લી ભરેલ હશે તેજ ઓનલાઈન અરજી કરતી વખતે દેખાશે. ઉમેદવારે
ધ્યાનમાં રાખવું કે આ ફોર્મ ભરવું એ ભરતી માટેનું અરજી ફોર્મ નથી તેથી દરેક ભરતી
માટે ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે. ઓ.ટી.આરમાં સુધારો કરવો એ ભૂતકાળમાં કરેલ
અરજી માટે માન્ય રહેશે નહીં તેથી દરેકને સલાહ આપવામાં આવે છે કે દરેક અરજી વખતે
પોતાની વિગતો ચકાસી લેવી ત્યારબાદ જ અરજી કન્ફર્મ કરવી. અરજી કન્ફર્મ કર્યા બાદ
ઓ.ટી.આર દ્વારા કોઈ સુધારો થઈ શકશે નહીં.
4. ઓ.ટી.આર
વગર પણ ઉમેદવાર અરજી કરી શકશે.
છેલ્લી ધ્યાનમાં લેવું કે ઓ.ટી.આર એ
અરજી કરવા માટે વધારાની સુવિધા છે. ઓજસમાં આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર
ભરવી ન પડે અને અરજી ઝડપથી થાય તે માટે છે તથા આનો અર્થ એ નથી કે રજીસ્ટ્રેશન
કરવાથી જાહેરાત માટે અરજી થયેલ છે. ઉમેદવારે ઓજસ દ્વારા પ્રસિધ્ધ થયેલ જે તે
જાહેરાત માટે ઓ.ટી.આર અથવા ઓ.ટી.આર વગર પોતાની અરજી તે જાહેરાત માટે અલગથી કરવાની
રહેશે.
હવે જોઈએ ઓ.ટી.આર વગર અરજી કરવાની
રીત
1. સૌપ્રથમ
ઉમેદવારે ઓનલાઈન એપ્લીકેશન ટેબ પર ક્લિક કરવું.
2. હવે
અહીં તમને વર્તમાન જાહેરાતોની યાદી જોવા મળશે.
3. જાહેરાતોની
યાદીમાંથી યાદી પસંદ કરવી તથા જમણી બાજુ જોવા મળતા એપ્લાય ટેબ પર કલિક કરવું. જો
તમે જાહેરાત વિશે વધુ જોવા માંગતા હોવ તો ડીટેઈલ્સ ટેબ પર ક્લિક કરવું.
4. એપ્લાય
ટેબ પર ક્લિક કર્યા બાદ નવી સ્ક્રિન ખૂલશે જ્યાં એપ્લાય નાઉં પર ક્લિક કરવું તથા
અહીં તમને ફરીથી જાહેરાત માટેની વિગતો ટૂંકમાં જેમ કે જાહેરાત નંબર, જગ્યા(પોસ્ટ)નું
નામ, કુલ જગ્યાઓ, નોકરી વર્ગ, વિભાગ, હોદ્દા
માટેની ફરજો, પગાર-ધોરણ, પ્રોબેશન સમયગાળો, વય
મર્યાદા, અનુભવ અને અન્ય વિગતો જોવા મળશે.
5. અહીં
સ્ક્રિન પર જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો ઓ.ટી.આર નંબર અને જન્મ
તારીખની વિગત ભરવાની રહેશે અથવા તમે સ્કિપ કરી શકશો.
6. અહીં
તમને સ્ક્રિન પર એક નાનો મેસેજ જોવા મળશે જે વિગતે વાંચી લેવો તથા ઓકે પર ક્લિક
કર્યા બાદ તમે ફોર્મ ભરવાની શરૂઆત કરી શકશો.
7. અહીં
સ્ક્રિન પર ખૂલેલા ફોર્મને ધ્યાનથી ભરવું તથા લાલ ફૂંદડી દર્શાવતી વિગતો ફરજીયાત
ભરવાની રહેશે. આ વિગતો ભરાઈ ગયા બાદ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
8. ફોટાનું
માપ : 5 સે.મી લંબાઈ, 3.6 સે.મી પહોળાઈ
સહીનું માપ : 2.5 સે.મી લંબાઈ, 7.5 સે.મી પહોળાઈ
ફોટા અને સહીની વ્યક્તિગત લંબાઈ 15 કે.બી થી વધે નહી તે ધ્યાન રાખવું તથા તે
જે.પી.જે ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.
9. ઉપરોક્ત
વિગતો ભરાઇ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરવું.
10. અહીં
નવી સ્ક્રિન ખૂલશે જયાં તમને એપ્લીકેશન નંબર જોવા મળશે. જે સાચવીને રાખવો તથા તેનો
ઉપયોગ કરીને એપ્લીકેશનમાં સુધારા વધારા જાહેરાતની અંતિમ તારીખ સુધી કરી શકાશે. જો
તમે અરજીમાં સુધારા – વધારા કરવા ઈચ્છતા હોવ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ટેબ પર જઈને
એડિટ ટેબ પર ક્લિક કરવું.
11. ઓનલાઈન
ચલણ ભરવા માટે ફીસ ટેબ પર જઈ ઓનલાઈન / પોસ્ટ ચલણ પર ક્લિક કરવું. અહીંથી તમે
તમારું ફોર્મ તથા ચલણ માટેની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તથા તેનું સ્ટેટસ જાણી
શકશો.
ધન્યવાદ
ABBREVIATION USED
GPSC : Gujarat Public Service Commission
Please share with Your friends, Heartily Good Luck !!!
Note : Candidates are always advised to read
official notification for more clarification. Here we share information for
knowledge purposed only, please read detailed notification, because it may
chance to mistake in our article, if you find any mistake, please contact us to
keep up to date. Thanks for support.
Please share with Your friends, Heartily Good Luck !!!