જી.એસ.આર.ટી.સી. નીગમમાં 10 પાસ હેલ્પરની બમ્પર ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત ક્રમાંક GSRTC/202425/47 હેલ્પરની સીધી ભરતી (ફિક્સ પગાર) ની જગ્યાઓ અન્વવયે પસંદગી યાદી / પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.
પોસ્ટનું
નામ |
હેલ્પર |
કુલ
જગ્યાઓ |
1658 |
પગાર |
પાંચ વર્ષ
માટે 21,100 દર મહિને ફિક્સ પગાર (અન્ય કોઈ ભથ્થા મળવાપાત્ર રહેશે
નહિં) |
અરજી
પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી
કરવાની તારીખ |
06/12/2024 |
અરજી
કરવાની છેલ્લી તારીખ |
05/01/2025 |
ફી ભરવાની
છેલ્લી તારીખ |
07/01/2025 |
પરીક્ષા
ફી |
બીન અનામત
વર્ગ માટે 300 + જી.એસ.ટી, અનામત
વર્ગ માટે 200 + જી.એસ.ટી |
વયમર્યાદા |
18 થી 35
વર્ષ (જન્મ તારીખ 05/01/1990 થી 06/01/2007) કેટેગરી
વાઈઝ વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર. |
શૈક્ષણિક
લાયકાત |
સરકાર
માન્ય, આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ
અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઈલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર
અથવા ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા
કારપેન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેઈન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ
પાસ. |
અગ્રતા
માટે વધારાની લાયકાત |
સરકારી /
અર્ધસરકારી / જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકિંગ) અથવા કોઈપણ લીમીટેડ / પ્રાઈવેટ
લીમીટેડ કંપનીમાં લધુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ
પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી (નેશનલ
કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/ જી.સી.વી.ટી. (ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ
ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ. |
સંપૂર્ણ જાહેરાત જોવા : અહિં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ પર જવા : અહિં ક્લિક કરો
જી.એસ.આર.ટી.ની વેબસાઈટ જવા : અહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા : અહિં ક્લિક કરો.
વોટ્સએપ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા : અહિં ક્લિક કરો.
ઉમેદવાર બે રીતે પોતાની અરજી કરી શકે છે, 1. ઓ.ટી.આર 02. ઓ.ટી.આર વગર.
જો ઉમેદવારને ફક્ત એક જ વાર અરજી કરવી હોય તો ઓ.ટી.આર વગર અરજી કરી શકે છે, પરંતુ ભવિષ્યમાં આવનારી દરેક ભરતી માટે અરજી કરવામાં રસ હોય તો ઉમેદવારે 5 મિનિટનો સમય લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આવો સૌપ્રથમ જોઈએ ઓ.ટી.આર સાથે અરજી કરવાની રીત.
1. ઓજસમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. ઓ.ટી.આરનો હેતું ઉમેદવારોને આયોગની ઓનલાઈન આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે માટે છે. આનો અર્થ એ નથી કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે (જે તે જાહેરાત/કોઈપણ જાહેરાત માટે) અરજી માન્ય ગણાશે. આ ઓ.ટી.આર ફક્ત આયોગ દ્વારા જ પ્રસિધ્ધ થયેલ જાહેરાતો માટે ઉપયોગી થશે.
2. દરેક નવી ભરતી માટે ઉમેદવારે અરજી કરવાની રહેશે.
3. ઓ.ટી.આર (વન ટાઈમ રજીસ્ટ્રેશન) માટે સૌપ્રથમ પ્રાથમિક માહિતી, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈ.ડી, અભ્યાસની વિગતો તથા જો અનામત વર્ગમાં સમાવેશ થતો હોય તો તેમણે અનામત માટેના તાજેતરના પ્રમાણપત્રોની વિગતો, ફોટોગ્રાફ, સહિનો નમૂનાની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે, આ વિગતો ભરાઈ ગયા પછી ઓજસ દ્વારા તમને કાયમી રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન પર તથા તેઓએ નોંધાવેલ નંબર પર આપવામાં આવશે, જે સાચવીને રાખવો જે ભવિષ્યમાં ફોર્મ ભરવામાં ઉપયોગી થશે, અને આ ફોર્મની pdf file સેવ રાખવી પોતાના રેફરન્સ માટે, ઓ.ટી.આર ફોર્મમાં ભરેલી વિગતો ઉમેદવાર ઈચ્છે તો પાછળથી સુધારી શકશે. અરજી કરતી વખતે ઓ.ટી.આર ની જે વિગતો છેલ્લી ભરેલ હશે તેજ ઓનલાઈન અરજી કરતી વખતે દેખાશે. ઉમેદવારે ધ્યાનમાં રાખવું કે આ ફોર્મ ભરવું એ ભરતી માટેનું અરજી ફોર્મ નથી તેથી દરેક ભરતી માટે ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે. ઓ.ટી.આરમાં સુધારો કરવો એ ભૂતકાળમાં કરેલ અરજી માટે માન્ય રહેશે નહીં તેથી દરેકને સલાહ આપવામાં આવે છે કે દરેક અરજી વખતે પોતાની વિગતો ચકાસી લેવી ત્યારબાદ જ અરજી કન્ફર્મ કરવી. અરજી કન્ફર્મ કર્યા બાદ ઓ.ટી.આર દ્વારા કોઈ સુધારો થઈ શકશે નહીં.
4. ઓ.ટી.આર વગર પણ ઉમેદવાર અરજી કરી શકશે.
છેલ્લી ધ્યાનમાં લેવું કે ઓ.ટી.આર એ અરજી કરવા માટે વધારાની સુવિધા છે. ઓજસમાં આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે અને અરજી ઝડપથી થાય તે માટે છે તથા આનો અર્થ એ નથી કે રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે અરજી થયેલ છે. ઉમેદવારે ઓજસ દ્વારા પ્રસિધ્ધ થયેલ જે તે જાહેરાત માટે ઓ.ટી.આર અથવા ઓ.ટી.આર વગર પોતાની અરજી તે જાહેરાત માટે અલગથી કરવાની રહેશે.
હવે જોઈએ ઓ.ટી.આર વગર અરજી કરવાની રીત
1. સૌપ્રથમ ઉમેદવારે ઓનલાઈન એપ્લીકેશન ટેબ પર ક્લિક કરવું.
2. હવે અહીં તમને વર્તમાન જાહેરાતોની યાદી જોવા મળશે.
3. જાહેરાતોની યાદીમાંથી યાદી પસંદ કરવી તથા જમણી બાજુ જોવા મળતા એપ્લાય ટેબ પર કલિક કરવું. જો તમે જાહેરાત વિશે વધુ જોવા માંગતા હોવ તો ડીટેઈલ્સ ટેબ પર ક્લિક કરવું.
4. એપ્લાય ટેબ પર ક્લિક કર્યા બાદ નવી સ્ક્રિન ખૂલશે જ્યાં એપ્લાય નાઉં પર ક્લિક કરવું તથા અહીં તમને ફરીથી જાહેરાત માટેની વિગતો ટૂંકમાં જેમ કે જાહેરાત નંબર, જગ્યા(પોસ્ટ)નું નામ, કુલ જગ્યાઓ, નોકરી વર્ગ, વિભાગ, હોદ્દા માટેની ફરજો, પગાર-ધોરણ, પ્રોબેશન સમયગાળો, વય મર્યાદા, અનુભવ અને અન્ય વિગતો જોવા મળશે.
5. અહીં સ્ક્રિન પર જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો ઓ.ટી.આર નંબર અને જન્મ તારીખની વિગત ભરવાની રહેશે અથવા તમે સ્કિપ કરી શકશો.
6. અહીં તમને સ્ક્રિન પર એક નાનો મેસેજ જોવા મળશે જે વિગતે વાંચી લેવો તથા ઓકે પર ક્લિક કર્યા બાદ તમે ફોર્મ ભરવાની શરૂઆત કરી શકશો.
7. અહીં સ્ક્રિન પર ખૂલેલા ફોર્મને ધ્યાનથી ભરવું તથા લાલ ફૂંદડી દર્શાવતી વિગતો ફરજીયાત ભરવાની રહેશે. આ વિગતો ભરાઈ ગયા બાદ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
8. ફોટાનું માપ : 5 સે.મી લંબાઈ, 3.6 સે.મી પહોળાઈ
સહીનું માપ : 2.5 સે.મી લંબાઈ, 7.5 સે.મી પહોળાઈ
ફોટા અને સહીની વ્યક્તિગત લંબાઈ 15 કે.બી થી વધે નહી તે ધ્યાન રાખવું તથા તે જે.પી.જે ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.
9. ઉપરોક્ત વિગતો ભરાઇ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરવું.
10. અહીં નવી સ્ક્રિન ખૂલશે જયાં તમને એપ્લીકેશન નંબર જોવા મળશે. જે સાચવીને રાખવો તથા તેનો ઉપયોગ કરીને એપ્લીકેશનમાં સુધારા વધારા જાહેરાતની અંતિમ તારીખ સુધી કરી શકાશે. જો તમે અરજીમાં સુધારા – વધારા કરવા ઈચ્છતા હોવ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ટેબ પર જઈને એડિટ ટેબ પર ક્લિક કરવું.
11. ઓનલાઈન ચલણ ભરવા માટે ફીસ ટેબ પર જઈ ઓનલાઈન / પોસ્ટ ચલણ પર ક્લિક કરવું. અહીંથી તમે તમારું ફોર્મ તથા ચલણ માટેની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તથા તેનું સ્ટેટસ જાણી શકશો.